
છત્તીસગઢમાં બસ્તર જિલ્લાના ટિકરાલોહંગામાં રહેતા એક યુવકે બે યુવતી સાથે એક જ મંડપમાં સાત ફેરા લીધા.યુવકે લગ્નની કંકોત્રીમાં બન્ને યુવતીના નામ છપાવડાવ્યા. આ લગ્ન ત્રણેય પરિવારની મંજૂરીથી કરાયા છે. લગ્નમાં સામેલ થનાર લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો.

ટિકરાલોંહગામાં રહેતા ચંદુ મોર્યને કંરજીમાં રહેતી હસીના બધેલ અને અરંડવાલની રહેવાસી સુંદરી કશ્યપ સાથે પ્રેમ થઈ ગયો હતો.ચંદૂ બન્ને સાથે રિલેશનશીપમાં હતો આ બધાની વચ્ચે સુંદરી ગર્ભવતી થઈ. સુંદરીને ખબર હતી કે ચંદૂ હસીનાને પણ પ્રેમ કરે છે અને હસીનાને પણ ખબર હતી કે ચંદૂ સુંદરી સાથે રિલેશનશીપમાં છે. આ બધાની વચ્ચે સુંદરીના ગર્ભવતી હોવાની જાણ ત્રણેયના પરિવારને ખબર પડી.
સુંદરીના પરિવારજનોએ લગ્નનું દબાણ કર્યું. જેના પછી ચંદૂએ બન્ને યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારપછી ત્રણેયના પરિવારના સભ્ય પણ આ વાત માટે માની ગયા અને પછી ટિકરાલોહંગામાં જ લગ્ન કરાવ્યા. જો કે, આ લગ્ન અંગે વર વધૂના પરિવાર તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

બે વધૂ સાથે ફેરા ફર્યા પછી રિસેપ્શનમાં પણ ત્રણેય સાથે બેઠા
ચંદૂએ બન્ને યુવતીઓ સાથએ એક જ મંડપમાં એક સાથે ફેરા લીધા, ત્યાર પછી ગામમાં રિસેપ્શનનું આયોજન પણ કર્યું. જ્યાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં બે વધૂ અને વરના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણેય એક સાથે જ સ્ટેજમાં બેઠા અને લોકોએ તેમને લગ્નની શુભેચ્છા પાઠવી.
લગ્ન પહેલા ત્રણેય વચ્ચે મોબાઈલમાં કોન્ફરન્સથી વાત થતી હતી
મળતી માહિતી પ્રમાણે, લગ્ન પહેલાથી જ ચંદૂ, હસીના અને સુંદરી એક સાથે જ વાત કરતા હતા. ત્રણેય અલગ અલગ ગામના રહેવાસી હતા એવામાં એક સાથે વાત કરવા માટે ત્રણેયે ટેકનોલોજીનો સહારો લીધો અને મોબાઈલમાં કોન્ફરન્સ કોલ દ્વારા વાત કરતા રહ્યાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3berIVV
0 ટિપ્પણીઓ